|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
શ્રી ઉંધાડ પરિવાર સેવા સમાજનું નિર્માણ કરવાનો સૌપ્રથમ વિચાર શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ ઉંધાડ ને વષઁ ૨૦૧૦ માતાજી ના તિથિ પ્રસંગે આવતા તેવોએ સમાજ માટે જમીન શોધવાનું કાર્ય શરુ કરેલ હતું.
બાદમાં તેમને કોઈએ વાત મુકેલ કે ગામની બારોબાર રોડ ટચ ખેતીની જમીન આશરે ૩ વીઘા જેવી છે જે સાંભળીને તેવો એ આ જમીન સ્થળ જોવા તરત જ તૈયારી બતાવેલ અને જમીન ખરીદવા માટે ઝડપ થી વેચનાર સાથે બેઠક કરી હતી, અને આ જમીન ખરીદેલ હતી અને ખરીદેલી જમીન દાન માં આપવાની જાહેરાત કરેલ.
આ જાહેરાત અને વાત ધ્યાન માં રાખી તા. ૩-૫-૨૦૧૦ સાંજે ૮ કલાકે શ્રી ભીખાભાઇ હીરાભાઈ ઉંધાડ ની ઘરે ઉંધાડ કુટુંબ ના સભ્યો ની મિટિંગ રાખી સમાજ નું બાંધકામ કરવા માટે વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવેલ હતું જ નીચે મુજબ ની વિગતો ની ચર્ચા કરેલ:
આ મુજબ ઉપસ્થિત તમામ સભ્યઓ એ સમાજ માટે ઝડપભેર નિર્માણ કાર્ય પૂર્ણ થાય એવા શુભ હેતુ થી આગળ વધવા આહવાન કરેલ જ અવિરત નિઃશ્ર્વાથ ભાવ થી કામગીરી શરુ થયેલ હતી.
બાંધકામ શરુ થતા પેહલા જૂની કાંટાળી વાડ JCB થી દૂર કરી સાફ સફાઈ કરાવી, જમીનની માપણી કરી કઈ રીતનું બાંધકામ કરવું અલગ-અલગ આર્કિટેક્ટ પાસેથી પ્લાન, એસ્ટિમેટે જરૂરિયાત મુજબ તૈયાર કરાવતા મિટિંગ માં મૂકી આકૃતિ આર્કિટેક્ટે તૈયાર કરેલ પ્લાન મંજુર રાખેલ હતો, જેમાં સ્ટ્રકચ મુજબ ચાર માળ સુધી નું બનાવી હાલ બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર તૈયાર કરવા માટે જુદા જુદા કોન્ટ્રાક્ટર પાસેથી કામના ભાવ કોટેશન મંગાવી અલગ અલગ કામ મજૂરી થી કરાવેલ છે.